એશિયાની સૌથી મોટી APMC માર્કેટમાં માર્કેટ મેઈન્ટેનન્સના નામે મહાભ્રષ્ટાચાર!
એશિયાની સૌથી મોટી APMC માર્કેટમાં માર્કેટ મેઈન્ટેનન્સના નામે મહાભ્રષ્ટાચાર!
Published on: 29th May, 2026

મુંબઈ, નવી મુંબઈ, થાણે સહિત અનેક વિસ્તારોની APMC માર્કેટમાં કાયદો અને લાઈસન્સનો વ્યાપ વધારતાં માર્કેટ ફી મુદ્દે વેપારીઓનો અસંતોષ વધી રહ્યો છે. જ્યાં ખેડૂતોનો કૃષિ માલ બજારમાં આવતો નથી, ત્યાં પણ જૂના કાયદાના આધારે કરોડોની ફી વસૂલાય છે, જે ભ્રષ્ટાચાર અને લાઇસન્સ રાજનું જાળ બની ગયું છે. વેપારીઓનો આક્ષેપ છે કે બિલ્ડરો, એજન્ટો અને કેટલાક પ્રભાવશાળી તત્વો વેપારી પરિવારોને ભાડુઆતમાં ફેરવી હજારો કરોડોની મિલકતો હડપ કરવાની તૈયારીમાં છે. માર્કેટ મેઈન્ટેનન્સના નામે થતા ભ્રષ્ટાચાર અને મૂળભૂત સુવિધાઓના અભાવ સામે વેપારીઓએ રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.