સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર!
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર!
Published on: 29th May, 2026

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો માટે સાબરડેરીએ ખુશીના સમાચાર આપ્યા છે. 1 જૂન, 2026થી દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા મળશે, જે પહેલા 850 રૂપિયા હતા. આ નિર્ણયથી પશુપાલકોને આર્થિક સશક્તિકરણ મળશે અને દૂધ ઉત્પાદન વધુ પોષણક્ષમ બનશે. ડેરી નિયામક મંડળના આ નિર્ણયથી દર મહિને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુની વધારાની ચૂકવણી પશુપાલકોને થશે.