શેરબજારમાં તેજી: સેન્સેક્સ 76,000 અને નિફ્ટી 24,000 પાર.
શેરબજારમાં તેજી: સેન્સેક્સ 76,000 અને નિફ્ટી 24,000 પાર.
Published on: 29th May, 2026

આજે શુક્રવારે શેરબજારની શરૂઆત સુસ્ત રહી, પરંતુ બાદમાં તેજીનો ચમકારો જોવા મળ્યો. સેન્સેક્સ 76,000 અને નિફ્ટી 24,000ની સપાટી પાર કરી ગયો. હાલમાં, સેન્સેક્સ 207 પોઈન્ટ વધીને 76,075 પર છે, જ્યારે નિફ્ટી પણ 24,000ને વટાવી ગયો છે. આ તેજીના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો અને એશિયન બજારોમાં તેજીની અસર જોવા મળી રહી છે, જ્યારે વોલ સ્ટ્રીટ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું.