ગેસની અછતને કારણે લક્ઝરી બસોમાં ચાલતા ‘મોબાઈલ રસોડા’ બંધ
ગેસની અછતને કારણે લક્ઝરી બસોમાં ચાલતા ‘મોબાઈલ રસોડા’ બંધ
Published on: 22nd April, 2026

ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે સર્જાયેલી ગેસના બાટલાની તીવ્ર અછતની સીધી અસર કચ્છના પ્રવાસન પર પડી છે. લક્ઝરી બસોમાં સાથે આવતા 'મોબાઈલ રસોડા' અને કેટરિંગ સ્ટાફ હવે ભૂતકાળ બની ગયા છે, જેના કારણે યાત્રિકોએ ફરજિયાતપણે હોટલ કે ભોજનાલયો પર નિર્ભર રહેવું પડે છે. ગેસ ન મળવાને કારણે ટ્રાવેલ એજન્ટોએ ભોજન વગરના પેકેજ બનાવવાની ફરજ પડી છે. આ નવી વ્યવસ્થાથી પ્રવાસીઓએ ઘર જેવો સ્વાદ ગુમાવ્યો છે અને અનેક રસોઈયા તેમજ હેલ્પરોની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે.