હવે આ બેંકો નહીં આપી શકે ક્રેડિટ કાર્ડ, તમારી પાસે તો નથી ને જોઈ લેજો
હવે આ બેંકો નહીં આપી શકે ક્રેડિટ કાર્ડ, તમારી પાસે તો નથી ને જોઈ લેજો
Published on: 09th August, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ NBFCs માટે ક્રેડિટ કાર્ડ અને ‘ફ્લેક્સી-લોન’ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ લાંબા ગાળાના રિટેલ ઉધાર સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે છે. બજાજ ફાઇનાન્સ જેવી કંપનીઓ, જેમને RBI તરફથી ક્રેડિટ કાર્ડ જારી કરવાની અધિકૃતતા નથી, તેઓને તેમની સેવાઓ ફરીથી ડિઝાઇન કરવી પડશે. NBFCs હવે ફક્ત ‘ટર્મ લોન’ ઓફર કરી શકશે. આ દરખાસ્ત બાદ બજાજ ફાઇનાન્સ અને L&T ફાઇનાન્સના શેર ઘટ્યા. ગ્રાહકોને વારંવાર ક્રેડિટ ઍક્સેસ કરવાની સુવિધા હવે ઉપલબ્ધ નહીં રહે.