સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની ચિંતા વચ્ચે કઠોળની આયાતમાં ૬૨%નો જંગી ઉછાળો
સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની ચિંતા વચ્ચે કઠોળની આયાતમાં ૬૨%નો જંગી ઉછાળો
Published on: 23rd September, 2026

અલ નીનોના કારણે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની આશંકા વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૭ના એપ્રિલ-જુલાઈ દરમિયાન કઠોળની આયાતમાં ૬૨% નો વધારો થઈ ૧૭ લાખ ટન પર પહોંચી છે. મૂલ્યની દ્રષ્ટિએ આયાત ૩૨% વધીને ૦.૯૭ અબજ ડોલર થઈ છે. રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે કેનેડાથી આવતા વટાણા અને મસૂરના ભાવમાં વધારો થયો છે. આગામી મહિનાઓમાં ખરીફ અને રવિ પાકના ઉત્પાદનના અંદાજ પર આયાત નિર્ભર રહેશે.