EPFOની 800 કંપનીઓને મોટી નોટિસ
EPFOની 800 કંપનીઓને મોટી નોટિસ
Published on: 27th August, 2026

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નોઈડાની આશરે 800 કંપનીઓને તેમના કર્મચારીઓનું PF નોંધણી પૂર્ણ કરવા માટે 31 ઓક્ટોબર સુધીની છેલ્લી મુદત આપવામાં આવી છે. નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂરી નહીં કરનાર સંસ્થાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગૌતમ બુદ્ધ નગરમાં રેસ્ટોરન્ટ્સ, લેબર એજન્સીઓ, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ અને ટ્રાન્સપોર્ટ સહિતના ક્ષેત્રોની કંપનીઓને આ નોટિસ પાઠવવામાં આવી છે. EPFOએ કર્મચારીઓને પણ પોતાના PF સ્ટેટસની ચકાસણી કરવા જણાવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય શ્રમિકોને સામાજિક સુરક્ષાના લાભો હેઠળ આવરી લેવાનો છે.