બાળકોના પાસ્તામાં હાનિકારક કલર: ધારીવાલા ફૂડ્સનો ૧.૨૪ લાખનો જથ્થો સીઝ
બાળકોના પાસ્તામાં હાનિકારક કલર: ધારીવાલા ફૂડ્સનો ૧.૨૪ લાખનો જથ્થો સીઝ
Published on: 19th July, 2026

અમદાવાદમાં પાસ્તાના નમૂનામાં સાબુ અને કોસ્મેટિક્સમાં વપરાતો પ્રતિબંધિત કલર મળતાં ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થયું. સિદ્ધપુર GIDC સ્થિત ધારીવાલા ફૂડ્સ યુનિટમાંથી સપ્લાય થયેલા પાસ્તા, મસાલા અને પામોલીન તેલ સહિત રૂ. 1.24 લાખનો જથ્થો પાટણ ફૂડ વિભાગે દરોડો પાડી સીઝ કર્યો. સાત નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. સંચાલકને ખામીઓ સુધારવા ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ અપાઈ છે. ધોરણો વિરુદ્ધ કે અસુરક્ષિત જણાય તો કાયદેસર કાર્યવાહી કરાશે.