ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત
Published on: 25th June, 2026

ઉપલેટાના ભાયાવદરના મયુરનગરમાં વ્યાજના અજગર ભરડામાં ફસાયેલા રવિ ભગવાનભાઇ મકવાણા (ઉ.વ.૨૮)એ પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતક યુવાનની માતા નિર્મયાબેન ઉર્ફે નીમુબેન મકવાણાએ આરોપી દેવાંગ ભાવેશભાઇ વીરડા (રહે.ગણોદ, તા.ઉપલેટા) તથા જસ્મીન અરવિંદભાઇ ચાવડા, મિહિર જીતેશભાઈ ચોલટિયા (રહે.બંને ઉપલેટા) અને રાજસ્થાનના ઇન્દ્રજીતસિંહ ખીમજીભાઇ ચૌહાણ વિરૂધ્ધ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.