નરોડા પોલીસકર્મી જનક દેસાઈ સસ્પેન્ડ: વોન્ટેડ બુટલેગર સાથે કથિત સેટિંગનો ઓડિયો વાયરલ
નરોડા પોલીસકર્મી જનક દેસાઈ સસ્પેન્ડ: વોન્ટેડ બુટલેગર સાથે કથિત સેટિંગનો ઓડિયો વાયરલ
Published on: 26th August, 2026

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસ પણ વિવાદમાં આવી છે. નરોડા પોલીસકર્મી જનક દેસાઈ અને એક વોન્ટેડ બુટલેગર વચ્ચે થયેલી કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયોમાં પોલીસકર્મી પૈસા માંગતો અને અન્ય પોલીસકર્મીઓના નામનો ઉલ્લેખ કરતો સંભળાય છે. આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસકર્મી જનક દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બુટલેગર અગાઉ પણ વોન્ટેડ હતો. આ ઘટનાએ પોલીસની છબી પર ફરી પ્રશ્નાર્થ સર્જ્યો છે.