સુરતમાં તહેવારો પહેલાં ફૂડ વિભાગ અને LCBના દરોડા
સુરતમાં તહેવારો પહેલાં ફૂડ વિભાગ અને LCBના દરોડા
Published on: 26th August, 2026

ગુજરાતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળની ઘટનાઓ વચ્ચે સુરતમાં તહેવારો પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને LCB ઝોન-1 દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં રેડ પાડવામાં આવી. આ દરોડામાં મીઠાઈ બનાવવામાં વપરાતો 683 કિલો ડુપ્લીકેટ માવો ઝડપાયો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ભેળસેળ ચાલતી હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. આરોગ્ય વિભાગે માવાના સેમ્પલ લઈને નાશ કર્યો અને રૂ.1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવેશ વઘાસીયા નામનો શખ્સ અન્ય શહેરમાંથી ડુપ્લીકેટ માવો લાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે.