પ્રેમસંબંધની આશંકાએ અપહરણ, છોડાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો
પ્રેમસંબંધની આશંકાએ અપહરણ, છોડાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો
Published on: 16th June, 2026

અમરેલીના રાજુલા તાલુકામાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના પિતાનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો. તેમને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ ટીમ પર અપહરણકર્તાઓના 40થી વધુના ટોળાએ પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનામાં PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ. પોલીસે ફરજમાં રૂકાવટ, હુમલો અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.