ભાવનગર-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સમાંથી 3.56 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સમાંથી 3.56 લાખનો દારૂ ઝડપાયો
Published on: 13th September, 2026

ભાવનગર-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બાબરા પોલીસે વોચ ગોઠવી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરતાં 180 એમએલની કુલ 1968 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, એમ્બ્યુલન્સ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10.66 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોંડલના સાગર ઉર્ફે લાલો ગોહેલને ઝડપી પાડ્યો છે. દર્દીઓને લઈ જવા માટેની એમ્બ્યુલન્સનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતા ભારે ચકચાર મચી છે.