રાજકોટના જંગલેશ્વર હત્યા કેસમાં કાવતરાની સૂત્રધાર મહિલાની ધરપકડ
રાજકોટના જંગલેશ્વર હત્યા કેસમાં કાવતરાની સૂત્રધાર મહિલાની ધરપકડ
Published on: 05th October, 2026

રાજકોટના જંગલેશ્વરમાં નજીવી બાબતે થયેલી રિક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જૂનાગઢીની હત્યામાં પોલીસે મહિલાને કાવતરાના આરોપસર ઝડપી લીધી છે. ભક્તિનગર પોલીસે જંગલેશ્વરના નિલમ પાર્કમાં રહેતી રોશનબેન ઉર્ફે ગુડ્ડી (૪૪)ની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ ત્રણ આરોપી સામે FIR નોંધાઈ હતી, જેમાં તપાસ દરમિયાન રોશનબેન સહિત વધુ ત્રણની સંડોવણી બહાર આવી છે. કુલ છ આરોપીઓની સંડોવણી ખૂલી છે, જેમાંથી હાલ રોશનબેનની ધરપકડ કરાઈ છે. બાકીના પાંચ આરોપીઓને શોધવા પોલીસ સક્રિય છે.