બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા
બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા
Published on: 07th September, 2026

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળ્યાના બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોની જાણ બાદ ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે મૃતદેહોને બહાર કાઢ્યા. મૃતકોની ઓળખ 21 વર્ષીય ઈમરાન આરીફ ધાનાણી અને રેણુકાબહેન રાઠવા તરીકે થઈ છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા છે. આ ઘટનામાં પ્રેમ પ્રકરણ, અકસ્માત કે અન્ય કારણો જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.