50 લાખની ઠગાઈ બાદ ઈનામુહસન કટપીસવાલા કમિશનથી આઇફોન વેચી હજ પઢવા ગયો
50 લાખની ઠગાઈ બાદ ઈનામુહસન કટપીસવાલા કમિશનથી આઇફોન વેચી હજ પઢવા ગયો
Published on: 27th July, 2026

જૂનાગઢના કર્મકાંડી બ્રાહ્મણને પાર્ટ ટાઇમ જોબના બહાને 50 લાખની ઠગાઈ કરનાર ઈનામુહસન મોહમદ ઉમર કટપીસવાલા (26) સુરતના અડાજણથી ઝડપાયો છે. આ આરોપી છેલ્લા ૨ વર્ષથી સાઉદી અરેબિયા, થાઈલેન્ડ અને દુબઈમાં રહી ચાઇનીઝ ગેંગ માટે સાઇબર ફ્રોડ કરતો હતો. કમિશનની રકમથી તે વિદેશથી આઇફોન લાવી સુરતમાં ગેરકાયદે વેચાણ કરતો હતો. ઠગાઈ બાદ તે મક્કા-મદીનાની યાત્રા પણ કરી આવ્યો હતો. અગાઉ તેની સાથેના ૭ સાગરીતો પકડાઈ ચૂક્યા છે.