અમદાવાદમાં અવિરત વરસાદ, 7 મોત: 42 રસ્તા બંધ, અનેક ગામડાં સંપર્કવિહોણા
અમદાવાદમાં અવિરત વરસાદ, 7 મોત: 42 રસ્તા બંધ, અનેક ગામડાં સંપર્કવિહોણા
Published on: 27th July, 2026

અમદાવાદ જિલ્લામાં 23મી જુલાઈથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ વરસાદી આફત અને દુર્ઘટનાઓમાં 7 લોકો અને 18 પશુઓના મોત થયા છે. 2,381 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 436 લોકોને રેસ્ક્યુ કરાયા છે. SDRF અને NDRFની 6 ટીમો તહેનાત છે. જોકે, 42 માર્ગો, જેમાં નેશનલ અને સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે, તે બંધ થતાં અનેક ગામડાં સંપર્કવિહોણા બન્યા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.