જામનગરના લાલપુરમાં વીજ કરંટથી મહિલાનું કરૂણ મોત
જામનગરના લાલપુરમાં વીજ કરંટથી મહિલાનું કરૂણ મોત
Published on: 27th July, 2026

જામનગર નજીક લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતાં 50 વર્ષીય મહિલા ભાનુબેન ધારવિયાનું કરૂણ મૃત્યુ નીપજ્યું. મૃતકના પરિવારજનોએ PGVCLની બેદરકારીને કારણે વીજ તંત્રના તાણિયામાં વીજ પ્રવાહ પ્રસરી જવાથી અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો છે. લાલપુર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી PGVCLની કોઈ બેદરકારી રહી છે કે કેમ તે સહિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.