હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો સાપને બચાવવા જતા થયો અકસ્માત
હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો સાપને બચાવવા જતા થયો અકસ્માત
Published on: 27th July, 2026

સુરેન્દ્રનગરના ધાંગધ્રા નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. રોડ ક્રોસ કરી રહેલા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આ ઘટના બની હતી. સદનસીબે, હકાભા ગઢવીનો ચમત્કારીક બચાવ થયો હતો અને તેમને કારની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ તેમના મિત્રો સાથે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.