વલસાડમાં પૂર અસરગ્રસ્તો માટે આદિવાસી વિદ્યાર્થિનીઓની અનોખી સેવા
વલસાડમાં પૂર અસરગ્રસ્તો માટે આદિવાસી વિદ્યાર્થિનીઓની અનોખી સેવા
Published on: 27th July, 2026

વલસાડના વિનાશક પૂરથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે ધરમપુર પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને અનસૂયા છાત્રાલય, વિરવલની આદિવાસી વિદ્યાર્થિનીઓએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૈસા ન હોવા છતાં, આ વિદ્યાર્થિનીઓએ પૂરપીડિતોના કપડાં જાતે ધોઈને સેવા કરી. તેમણે કલાકો સુધી સફાઈ કરીને માનવતાનો સુંદર સંદેશ આપ્યો. તેમની આ નિઃસ્વાર્થ ભાવનાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.