રેલવે સ્ટેશન પાસેથી 15 મિનિટમાં બાઈક ચોરનાર ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ઝડપાયો.
રેલવે સ્ટેશન પાસેથી 15 મિનિટમાં બાઈક ચોરનાર ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ઝડપાયો.
Published on: 02nd July, 2026

જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન પાસે લારીએ નાસ્તો લેવા ગયેલા અકીલભાઈ ફિરોજભાઈ સીડાનું રૂપિયા 25,000ની કિંમતનું બાઈક માત્ર 15 મિનિટમાં ચોરાઈ ગયું હતું. આ ઘટનાની FIRના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી. આ તપાસમાં પોલીસે ભારત મીલના ઢોરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ગુલામશા ઉર્ફ પપ્પુ દોસ્તમહમદ સર્વદી નામના શખ્સને ચોરાયેલા બાઈક સાથે ઝડપી લીધો.