રૈયા રોડ પર પત્નીની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલો પતિ કેશોદથી પકડાઈ ગયો
રૈયા રોડ પર પત્નીની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલો પતિ કેશોદથી પકડાઈ ગયો
Published on: 30th May, 2026

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી શિવાલિક એપાર્ટમેન્ટમાં શિલ્પાબેનની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પત્નીની હથોડીના ઘા મારીને હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિ અલ્તાફ લાલાણીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, શિલ્પાબેનના કથિત અનૈતિક સંબંધોને લઈને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. શુક્રવારે ઝઘડો ઉગ્ર બનતા અલ્તાફે આવેશમાં આવી પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો, પરંતુ ટેકનિકલ અને માનવ સૂત્રોની મદદથી પોલીસે તેને શોધી કાઢ્યો છે. હવે વધુ પૂછપરછ માટે તેને રાજકોટ લાવવામાં આવી રહ્યો છે.