વસ્તી ગણતરી માટે ગયેલી શિક્ષિકા રીનાબેન ગુમ, મળ્યો અડધો બળેલો મૃતદેહ
વસ્તી ગણતરી માટે ગયેલી શિક્ષિકા રીનાબેન ગુમ, મળ્યો અડધો બળેલો મૃતદેહ
Published on: 16th June, 2026

ગુજરાતના ધોળકા તાલુકાના ચલોડા ગામે રહેતી શિક્ષિકા રીનાબેન વસ્તી ગણતરી કરવા ગઇ હતી અને ગુમ થઇ ગઇ. બીજા દિવસે કેનાલ પાસે ઝાડીઓમાં તેનો અડધો બળેલો મૃતદેહ મળ્યો, જેને જોઇ બાળકો ચીસ પાડી ઉઠ્યા. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે રીનાબેનના પુત્રના ખુલાસાથી તેના પતિ, બળદેવભાઇ ઝાલા, શંકાના દાયરામાં આવ્યા. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે અને હત્યા પાછળનું રહસ્ય જાણવા પોલીસ તપાસ કરી રહી છે.