મુંબઈમાં ૯૦૦થી વધુ દેખાવકારો સામે ૮ FIR
મુંબઈમાં ૯૦૦થી વધુ દેખાવકારો સામે ૮ FIR
Published on: 22nd July, 2026

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં યોજાયેલા દેખાવો પર પોલીસે કાર્યવાહી કરી છે. વિવિધ સ્થળોએ મંજૂરી વિના પ્રદર્શન કરવા બદલ ૯૦૦થી વધુ દેખાવકારો સામે આઠ FIR દાખલ કરવામાં આવી છે. ચેમ્બુરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જામ કરવાનો પ્રયાસ થયો હતો, જેના પગલે તંગદિલી સર્જાઈ હતી. શિવાજી પાર્ક, માહિમ, વરલી, ભોઈવાડા અને વડાલા સહિત અનેક સ્થળોએ ગુના નોંધાયા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન અને પરવાનગી વિના વિરોધ પ્રદર્શન બદલ કાર્યવાહી કરી છે.