નંદેસરીમાં યુવકના ઘરમાં ઘૂસી હુમલાે કરવામાં વડોદરા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખની ધરપકડ
નંદેસરીમાં યુવકના ઘરમાં ઘૂસી હુમલાે કરવામાં વડોદરા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખની ધરપકડ
Published on: 15th August, 2026

નંદેસરીમાં જૂની અદાવતના કારણે એક યુવકના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના બનાવમાં પોલીસે વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ઉર્ફેલાલાની ધરપકડ કરી છે. આ બનાવમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેને બે દિવસના રિમાન્ડ પર લઇ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.