SIT તપાસમાં ખુલાસો: 2016-2025 દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી
SIT તપાસમાં ખુલાસો: 2016-2025 દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી
Published on: 19th July, 2026

સુરેન્દ્રનગરમાં ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના રૂ. 1500 કરોડના જમીન એન.એ. કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર, તત્કાલીન કલેક્ટરના પીએ અને હાલના નાયબ મામલતદાર જયરાજસિંહની રૂ. 1.34 કરોડની અપ્રમાણસર મિલકતનો ખુલાસો થતાં ACBએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. Enforcement Directorate (ED) ની તપાસમાં પણ ઘણા નામો બહાર આવ્યા હતા. આ ગુના અંતર્ગત આરોપીની અપ્રમાણસર મિલકતની ઊંડાણપૂર્વક તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી. આવક કરતાં વધુ સંપત્તિ વસાવવાના મજબૂત પુરાવા મળતા ACB એ ગુનો દાખલ કર્યો છે.