ગુજરાતમાં 40 લાખ નશાખોરો, ડ્રગ્સનો વ્યાપાર ચરમસીમા પર
ગુજરાતમાં 40 લાખ નશાખોરો, ડ્રગ્સનો વ્યાપાર ચરમસીમા પર
Published on: 07th September, 2026

ગુજરાતમાં 'પીવાય છે તો વેચાય છે'ના નિયમ હેઠળ નશાખોરીનો કારોબાર ધમધમી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 40 લાખ લોકો નિયમિતપણે દારૂ, ચરસ, ગાંજા, અફીણ, સિન્થેટિક ડ્રગ્સ કે પીડાશામક દવાઓનો નશો કરે છે. કોરોના મહામારી પછી દેશી નશાની સાથે સિન્થેટિક ડ્રગ્સ અને નશીલી દવાઓની માંગ બમણી થઈ છે. રાજ્ય સરકાર કરોડોનું ડ્રગ્સ પકડવાના આંકડા રજૂ કરે છે, પરંતુ નશાખોરોની સંખ્યા ઘટાડવા અને નશા મુક્તિના પ્રયાસોના નક્કર આંકડા ઉપલબ્ધ નથી. ડી-એડિક્શન સેન્ટર્સ અને ખાનગી રિ-હેબ સેન્ટર્સ કાર્યરત છે, પરંતુ પોલીસ દળની અછત અને અસરકારક જનજાગૃતિના અભાવે સમસ્યા વિકટ બની રહી છે.