પતિ પત્ની અને પુત્રીને શોધતો રહ્યો, પોલીસે બાંગ્લાદેશ મોકલી દેતા હાઈકોર્ટમાં ખુલાસો
પતિ પત્ની અને પુત્રીને શોધતો રહ્યો, પોલીસે બાંગ્લાદેશ મોકલી દેતા હાઈકોર્ટમાં ખુલાસો
Published on: 14th July, 2026

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ અરજી દરમિયાન મોટો ખુલાસો થયો. અરજદારની પત્ની અને પુત્રીને ડિટેન્શન સેન્ટરમાં નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાંગ્લાદેશ પરત મોકલી દેવાયા છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે પોલીસ અધિકારીઓ અરજદારના પરિવારને લઈ ગયા હતા, જેમાં પત્ની અને સાત વર્ષની પુત્રીને ગેરકાયદે રીતે અટકાયતમાં રખાયાનો આક્ષેપ હતો. બંને બાંગ્લાદેશી નાગરિક હોવાથી, કાયદેસરની કાર્યવાહી કરીને 11 જુલાઈ, 2024ના રોજ તેમને બાંગ્લાદેશ મોકલી દેવાયા હતા.