અંબાલાલ પટેલની ચોમાસુ આગાહી: ગુજરાતમાં 15 જુલાઈથી હવામાન પલટો
અંબાલાલ પટેલની ચોમાસુ આગાહી: ગુજરાતમાં 15 જુલાઈથી હવામાન પલટો
Published on: 14th July, 2026

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ચોમાસાની નવી આગાહી કરી છે. તેમના મતે, 15 જુલાઈ આસપાસ હવામાનમાં પલટો આવવાના સંકેત છે અને 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. રથયાત્રાના દિવસે પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22 જુલાઈથી ચોમાસું તેની અસર જમાવશે અને 30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.