અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આગમનથી લોકોમાં ફફડાટ
અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આગમનથી લોકોમાં ફફડાટ
Published on: 14th July, 2026

અમરેલી જિલ્લામાં સિંહોનો ભય સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહો દ્વારા માનવો પર થયેલા હુમલાની ઘટનાઓ બાદ હવે લોકોમાં ચિંતા પ્રસરી છે. ગત રાત્રે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવ્યા હતા. આ ઘટના ગામના CCTV કેમેરામાં કેદ થઈ હતી. સિંહોએ એક શ્વાન અને આખલાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્વાન ભાગી છૂટ્યો. આ દ્રશ્યો જોઈને ગામલોકોમાં ભયનો માહોલ છે અને વનવિભાગ પાસે નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે.