વેરાવળના ભીડિયામાં દેશી દારૂ વેચાણનો વીડિયો વાયરલ
વેરાવળના ભીડિયામાં દેશી દારૂ વેચાણનો વીડિયો વાયરલ
Published on: 26th August, 2026

ગીર સોમનાથના વેરાવળના ભીડિયા વિસ્તારમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ સક્રિય થઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કરાયો છે. આ વીડિયોના આધારે પોલીસે એક મહિલા સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે આવી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.