લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!
Published on: 25th August, 2026

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સોશિયલ મીડિયા પર રીલ્સ અને ફોલોઅર્સ વધારવા માટે એક યુવકે પોતાની કારને "કિસિંગ કાર" બનાવી દીધી. કાર પર લગભગ 3400 લાલ લિપસ્ટિક કિસના નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કારનો વીડિયો વાયરલ થતાં જ ગ્વાલિયર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. વિદેશી ટ્રેન્ડથી પ્રેરિત થઈને આ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ ત્રણ-ચાર કલાક લાગ્યા હતા. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ યુવકને ₹5,500નો દંડ ફટકારવામાં આવ્યો અને પોલીસે કાર જપ્ત કરી. યુવકે પોતાની ભૂલ સ્વીકારી પોલીસ સ્ટેશનમાં કાર ધોઈને નિશાન સાફ કર્યા.