અમદાવાદના ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક
અમદાવાદના ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક
Published on: 25th August, 2026

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક સિગ્નલ તોડીને પસાર થતી રિક્ષાને રોકતા ચાલકે ફરજ પરના ટીઆરબી જવાન રાહુલ પટણી પર હુમલો કર્યો. સિગ્નલ તોડ્યા બાદ ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે જવાન સાથે મારામારી કરી અને વચ્ચે પડેલા અન્ય પોલીસકર્મી મનોજને પણ ધક્કો મારી પાડી દીધા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે આરોપી જીગર સોલંકીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.