સુરતમાં BRTS બસ ડ્રાઇવરની દાદાગીરી
સુરતમાં BRTS બસ ડ્રાઇવરની દાદાગીરી
Published on: 25th August, 2026

સુરત BRTS બસના રૂટ નંબર-17ના ડ્રાઇવરે મુસાફરોની ગરમી લાગવાની ફરિયાદને અવગણીને ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ તેમ કહ્યું. મહિલા મુસાફરે મોબાઈલ કેમેરા ચાલુ કરતાં ડ્રાઇવરે AC ચાલુ કર્યું. ત્યારબાદ પણ ડ્રાઇવર બસ છોડીને જતો રહ્યો, મુસાફરોને વરાછા મિની બજાર પાસે રસ્તા પર ઉતારી દેવાયા. આ ઘટનાથી મુસાફરોમાં રોષ છે. પાલિકાએ ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યો અને ઈજારદારને નોટિસ આપી.