જામનગરમાં પરિણીતાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ
જામનગરમાં પરિણીતાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ
Published on: 25th August, 2026

જામનગરમાં કુબેર પાર્ક-1, ધોળકિયા સ્કૂલ પાસે રહેતી એક પરિણીતાએ તેના પતિ કુનાલભાઈ રમેશભાઈ ગજેરા સહિત ત્રણ સાસરિયાઓ સામે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 85, 54 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો દાખલ કર્યો છે. લગ્નજીવન દરમિયાન નાની બાબતોમાં ઝઘડા કરી ત્રાસ આપવામાં આવતો હતો અને દહેજ સ્વરૂપે નાણાંની માંગણી કરવામાં આવતી હતી.