વડોદરા હાથીખાના ફાયરિંગ કેસ: 4 આરોપી જેલ હવાલે, રાજસ્થાન કનેક્શન સામે આવ્યું
વડોદરા હાથીખાના ફાયરિંગ કેસ: 4 આરોપી જેલ હવાલે, રાજસ્થાન કનેક્શન સામે આવ્યું
Published on: 16th June, 2026

વડોદરાના હાથીખાના વિસ્તારમાં અંગત અદાવતના કારણે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં મુખ્ય આરોપી સુફિયાન પઠાણ સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી બે પિસ્તોલ પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ હથિયારો રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા. આ કેસમાં કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે. કોર્ટે ચારેય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ હવે ફરાર આરોપીઓને શોધવા અને રાજસ્થાનના હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છે.