3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પંચાયતે 1 લાખ દંડ લઈ આરોપીને છોડ્યો
3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પંચાયતે 1 લાખ દંડ લઈ આરોપીને છોડ્યો
Published on: 13th July, 2026

ઝારખંડના ગુમલામાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસને જાણ કરવાને બદલે ગામની પંચાયતે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારી આરોપી સુનિલ લોહરાને છોડી દીધો. આટલું જ નહીં, વસૂલ થયેલા 20 હજાર રૂપિયામાંથી કેટલાક લોકોએ પાર્ટી કરી. એક જાગૃત નાગરિકની બાતમી પર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે અને પંચાયતના સભ્યો પણ તપાસના દાયરામાં છે.