કડી નગરપાલિકા દ્વારા 60થી વધુ દબાણો દૂર
કડી નગરપાલિકા દ્વારા 60થી વધુ દબાણો દૂર
Published on: 09th October, 2026

કડી શહેરમાં ટ્રાફ્કિને અડચણરૂપ ગેરકાયદે દબાણો સામે નગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્રીજા દિવસે પાલિકાની દબાણ હટાવ ટીમે કસ્બા વિસ્તારમાં લારી-ગલ્લા, ઓટલા, છાપરા અને આડશો સહિતના 60થી વધુ કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા. સહારા ગેસ્ટ હાઉસથી મોટા તળાવ, ઘુઘ્ઘટીયા, શકરપુરા, પીરબોરડી અને ગંજબજાર થઈ ગાંધીચોક સુધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોટા તળાવની પાળ પરનું પાકું બાંધકામ તોડી સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. વધુમાં, રોડની માજીનની જગ્યામાં કરેલા છાપરા પણ તોડી પાડવામાં આવ્યા હતા. દબાણ દૂર કરાયેલી જગ્યાએ ફરી ગોઠવાયેલી 4 શાકભાજી અને ખાણીપીણીની લારીઓ જપ્ત કરાઈ હતી, જેનાથી દબાણકર્તાઓમાં ફફ્ડાટ ફેલાયો હતો.