માનસિક અસ્વસ્થ યુવકે મગર ખેંચી ગયો હોવાની ખોટી અફવા ફેલાવી ફાયર બ્રિગેડને દોડાવ્યા
માનસિક અસ્વસ્થ યુવકે મગર ખેંચી ગયો હોવાની ખોટી અફવા ફેલાવી ફાયર બ્રિગેડને દોડાવ્યા
Published on: 09th October, 2026

વડોદરા ફાયર બ્રિગેડ પર આજે વહેલી સવારે એક યુવક દોડી આવ્યો હતો અને રડતાં રડતાં જણાવ્યું હતું કે તેના ભાઈને નદી કિનારે મગર ખેંચી ગયો છે. આ સાંભળી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બોટ સાથે નદીમાં તપાસ શરૂ કરી હતી. જોકે, યુવક વારંવાર સ્થળ બદલતો હોવાથી અને આસપાસના લોકોએ આવો કોઈ બનાવ બન્યો ન હોવાનું જણાવતા મામલો સ્પષ્ટ થયો હતો. પૂછપરછ કરતાં યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું હતું, જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી હતી.