ગીર-ગિરનાર જંગલ સફારી બુકિંગમાં નિરાશાજનક પ્રતિસાદ
ગીર-ગિરનાર જંગલ સફારી બુકિંગમાં નિરાશાજનક પ્રતિસાદ
Published on: 09th October, 2026

ચોમાસાના વિરામ બાદ વન વિભાગ દ્વારા ગીર અને ગિરનાર નેચર સફારી 9 ઓક્ટોબરથી પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, જંગલના નિયમો અને વન્યજીવોના સંવર્ધન કાળને અવગણીને લેવાયેલા આ ઉતાવળા નિર્ણય સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષ છે. સામાન્ય રીતે સફારી માટે ભારે પડાપડી થતી હોવા છતાં, 9 ઓક્ટોબરે ગીર સફારીની 150માંથી માત્ર 26 પરમિટ બુક થઈ હતી. વિકેન્ડમાં પણ ગિરનાર સફારીની 180માંથી માંડ 7-8 પરમિટ બુક થઈ, જ્યારે ગિરનાર નેચર સફારીની 8માંથી માત્ર 1 પરમિટ બુક થઈ. આ નિરાશાજનક સ્થિતિ વન વિભાગના નિર્ણય પર પ્રશ્નાર્થ સર્જે છે.