તહેવારો ટાણે શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો
તહેવારો ટાણે શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો
Published on: 09th October, 2026

નવરાત્રિ સહિત તહેવારોની ખરીદી વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવકમાં 25% ઘટાડો થતાં છૂટક બજારમાં ભાવ પ્રતિ કિલો 80-100 રૂપિયાને પાર ગયા છે. અમદાવાદમાં વટાણા અને લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તુરીયા, કારેલાં, મેથી 80-100 રૂપિયા, રીંગણ, ફ્લાવર, ગાજર 80-90 રૂપિયા, ડુંગળી 70 રૂપિયા, આદુ 150-180 રૂપિયા અને બટાકા 40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. સીઝનલ ફેરફાર અને પાકને નુકસાન થતાં આવક ઘટતાં ભાવ વધ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.