ચિત્તલ ફાટક પાસેથી LCBએ કાર સાથે 2 શખ્સોને ઝડપી
ચિત્તલ ફાટક પાસેથી LCBએ કાર સાથે 2 શખ્સોને ઝડપી
Published on: 02nd July, 2026

અમરેલી LCBએ ચિત્તલ ગામના રેલવે ફાટક નજીક એક ઇકો કારને અટકાવી હતી. આ કારમાં બાબરાથી અમરેલી લઈ જવાતો 320 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો હતો. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,64,720 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મધ્યપ્રદેશના બે રહેવાસીઓ નાનચા ગુમાનસીંગ બામનીયા અને રમેશ દિતલીયાભાઈ બામનીયાની ધરપકડ કરાઈ છે. આ ગુનામાં અમરેલીના વસંત બારોટ નામના એક આરોપીની શોધખોળ ચાલુ છે.