પંચમહાલના શહેરા નજીક કારમાંથી રૂા.3.32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પંચમહાલના શહેરા નજીક કારમાંથી રૂા.3.32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Published on: 16th June, 2026

શહેરા તાલુકાના સંભાલી ગામના રોડ પરથી પોલીસે એક કારને અટકાવી તેમાંથી રૂા.3.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર ચાલક રાજસ્થાનના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા વિભાગના DySP બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. કારમાંથી 902 બોટલો મળી આવી હતી. પોલીસે કાર ચાલક સોહનસિંહ ફતેસિંહ સિસોદીયાની ધરપકડ કરી છે અને અન્ય બે શખ્સો ભૈરવસિંહ અને અજ્ઞાત મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.