પોરબંદરની રાણાવાવ પોલીસે સ્કૂટર સહિત રૂ.39,900નો ગાંજા જપ્ત કર્યો
પોરબંદરની રાણાવાવ પોલીસે સ્કૂટર સહિત રૂ.39,900નો ગાંજા જપ્ત કર્યો
Published on: 27th June, 2026

રાણાવાવમાં પોલીસે એક શખ્સને 188 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્કૂટરમાંથી આ ગાંજો ઝડપી લીધો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ બંધ કરવાના સુચનોને પગલે, નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા અને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જી.ડાંગરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે આરોપી રાજા ઉર્ફે કારૂ ગીગા મોઢવાડીયા પાસેથી ગાંજો, સ્કૂટર અને મોબાઇલ મળી કુલ રૂ.39,900નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.