કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
સુરતના ભીમપોરના સની પટેલનું કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મોત થતાં તેમનો પાર્થિવ દેહ ભારતીય દૂતાવાસના સહયોગથી વતન લાવવામાં આવ્યો હતો. માત્ર સાત મહિના પહેલાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ કતાર નોકરીએ ગયા હતા. વિસ્ફોટ બાદ શરૂઆતમાં ગુમ થયેલા સનીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો. ભીમપોર ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે GCAS એડમિશન મુદ્દે ચાલી રહેલા કાનૂની વિવાદથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. માઇનોરિટી સંસ્થા હોવાના અધિકાર હેઠળ કોલેજે અલગ પ્રવેશ પ્રક્રિયા અપનાવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેસ પેન્ડિંગ હોવાથી મેરિટ લિસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને એડમિશન પ્રક્રિયા અટકી ગઈ છે. વિદ્યાર્થીઓ વર્ષ બગડવાની ભીતિમાં છે. હવે કોર્ટના ઝડપી નિર્ણય અને વચગાળાની સ્પષ્ટ વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ
અમેરિકા-ઈરાન તણાવ: બહેરીન પર ઈરાનના ભયંકર ડ્રોન હુમલા, મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજ પર હુમલા બાદ અમેરિકાના જવાબમાં ઈરાને બહેરીન પર જવાબી ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, તેણે બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ ઘટનાક્રમ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી શકે છે, અને તાજેતરની સંમતિ અને સીઝફાયર જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા. બહેરીને આ હુમલાની નિંદા કરી છે, જે અમેરિકી નૌસેનાના પાંચમા બેડાના મુખ્ય મથક પર અસર કરી શકે છે.
અમેરિકા-ઈરાન તણાવ: બહેરીન પર ઈરાનના ભયંકર ડ્રોન હુમલા, મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો
અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા
અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. National Centre for Seismology અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 215 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ કારણે પાકિસ્તાન, ઉત્તર ભારત, ચીન અને મધ્ય એશિયાના અનેક દેશોમાં તેના આંચકા અનુભવાયા. દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા અને ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. હિન્દુકુશ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે.
અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા
યુરોપમાં ભીષણ હિટવેવ: 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ
યુરોપમાં અત્યારે સદીની સૌથી ભયાનક હિટવેવ ચાલી રહી છે. ફ્રાન્સમાં ગરમીથી 4 બાળકોના મોત થયા છે, જ્યારે નદી-તળાવોમાં નહાવા પડેલા 55 થી વધુ લોકો ડૂબી ગયા છે. યુરોપના 850 મોટા શહેરોમાંથી અડધાથી વધુ શહેરો 'હીટ સ્ટ્રેસ' નો સામનો કરી રહ્યા છે. બ્રિટન અને પેરિસમાં તાપમાન રેકોર્ડતોડ રહ્યું છે. ગરમીથી પાવર ગ્રીડ ખોરવાઈ શકે છે અને જર્મનીમાં હાઈવેના રોડ ફાટી ગયા છે. આ ભીષણ હિટવેવ ગ્લોબલ વોર્મિંગ સામે ગંભીર ચેતવણી આપી રહી છે.
યુરોપમાં ભીષણ હિટવેવ: 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંભવિત ઉત્તરાધિકારી અને પૂર્વ સંરક્ષણ મંત્રી સર્વેઈ ઈવાનોવના 73 વર્ષની વયે થયેલા અવસાનને લઈને રહસ્યો ઘેરાઈ રહ્યા છે. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ ભવન) દ્વારા તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર ન કરતા સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 'સોવિયેત જેમ્સ બોન્ડ' તરીકે જાણીતા ઈવાનોવ, પુતિનના KGB સમયના ગાઢ મિત્ર હતા. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને સખત નજર માટે પ્રખ્યાત, તેઓ 'The Matrix' ના Agent Smith જેવા દેખાતા હતા. તેમનું કરિયર પુતિન સાથેની દોસ્તીને કારણે ઝડપથી આગળ વધ્યું હતું.
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
સુદાનમાં ગૃહયુદ્ધ વધુ ગંભીર બનતાં RSFએ અલ-ઓબેદ શહેરને ત્રણ બાજુથી ઘેરી લીધું છે, જ્યારે ડ્રોન હુમલામાં પાંચ ઓઈલ ટેન્ક ફાર્મ નષ્ટ થયા છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે અહીં અલ-ફાશર જેવી નરસંહારની આશંકા વ્યક્ત કરી છે. 2023થી ચાલતા યુદ્ધમાં લાખો લોકોના મોત અને 1.4 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અલ-ઓબેદ પર કબજો RSF માટે મોટી જીત બની શકે છે, જ્યારે માનવીય સંકટ વધુ વિકરાળ બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી!
વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ દરમિયાન માતૃત્વનું હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. ફૂટબોલર હેક્ટર બેલોની પત્ની એન્ડ્રિયાએ બિલ્ડિંગ ધરાશાયી થતાં પોતાની નાની દીકરીને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. ભૂકંપમાં અત્યાર સુધીમાં 920થી વધુ લોકોનાં મોત અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, જ્યારે રાહત ટીમો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામગીરી કરી રહી છે.
પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી!
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી
અમદાવાદ શહેરના લોકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ સામે સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ હેઠળ, 154 હોટલો અને 62 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ગંભીર બેદરકારી દાખવનાર 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થા સહિત કુલ 14 એકમોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી શહેરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી
વરસાદ-કાદવમાં ઝોળી કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ભારે વરસાદ અને કાદવ-કીચડ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ અદ્ભુત ફરજનિષ્ઠા દાખવી છે. એક દર્દીની ગંભીર સ્થિતિમાં, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહીં. આથી, 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ દર્દીને ઝોળીમાં ઉપાડીને કાદવવાળા રસ્તા પર ચાલીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડ્યા. સમયસર હોસ્પિટલ પહોંચાડવાથી દર્દીનો જીવ બચી ગયો, અને તેમની આ માનવતાવાદી કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
વરસાદ-કાદવમાં ઝોળી કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તુ ઓઈલ વેચે છે, તો પણ ભારત કેમ નથી ખરીદતું?
અમેરિકા-ઈરાન શાંતિ વાર્તા બાદ ઈરાની ક્રૂડ પરના પ્રતિબંધ હટ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ખુલ્યું છે. આ કારણે ઈરાની ક્રૂડ સસ્તું થઈ ગયું છે અને વચેટિયાઓ ભારતીય રિફાઇનરીઓને પ્રતિ બેરલ 3-4 ડોલર સસ્તા ભાવે ઓફર કરી રહ્યા છે. જોકે, ભારતીય રિફાઇનરીઓની સંગ્રહ ક્ષમતા મર્યાદિત છે અને મોટાભાગનો પુરવઠો પહેલેથી જ સુરક્ષિત છે. વિવિધ દેશો સાથેના કરાર અને મોટા ક્રૂડ રિઝર્વને કારણે ભારત સસ્તું ઈરાની ક્રૂડ વધુ ખરીદી શકતું નથી.
હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તુ ઓઈલ વેચે છે, તો પણ ભારત કેમ નથી ખરીદતું?
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાન દ્વારા વ્યાપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ જવાબી સૈન્ય કાર્યવાહી કરી મિડલ ઈસ્ટમાં તણાવ વધાર્યો છે. યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને ચેતવણી આપી કે, "હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે." અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ, ઈરાનના આ કૃત્યને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણી અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના પગલાને 'મૂર્ખામીભર્યું' ગણાવ્યું. ઈરાને વળતા પ્રહારનો દાવો કર્યો છે.
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર
ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થતાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે અમેરિકન કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવનાર દેશોના તમામ માલ પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે અગાઉના વેપાર કરારો પણ રદ કરવાની ધમકી આપી છે. બીજી તરફ ફ્રાન્સે અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકન ટેક કંપનીઓ પર લાગુ 3 ટકા ડિજિટલ ટેક્સ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
રાજકોટ-જેતપુર હાઈવે પર કામ અધૂરું અને રસ્તા બિસ્માર હોવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પાટણના કોંગ્રેસ MLA ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ પ્રજા સાથેની ખુલ્લી લૂંટ ગણાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે. હાઈવે પર પુલોના કામ અધૂરા અને જોખમી ડાયવર્ઝનથી લોકો પરેશાન છે. સુવિધા વિના ટોલ વસૂલાતની પરવાનગી કોણે આપી તેવો સવાલ ઉઠાવી, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવા અને કસૂરવારો સામે પગલાં લેવાની માંગ કરી છે.
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર
વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી રાહુલ અને રોહન ખાચરની આગોતરા જામીન અરજી ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે બંનેના નામ એફઆઈઆરમાં સ્પષ્ટ છે અને દારૂની હેરાફેરીમાં તેમની સંડોવણીની પ્રાથમિક માહિતી સામે આવી છે. તપાસ ચાલુ હોવાથી કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું માનવામાં આવ્યું. અગાઉ સમા પોલીસે દરોડામાં રૂ.1.63 લાખની કિંમતની 582 દારૂની બોટલો જપ્ત કરી હતી, જેમાં ઝડપાયેલા આરોપીએ બંનેના નામ કબૂલ્યા હતા.
દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા 5 વર્ષની બાળકી પર અડપલાં
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદારે એક પાંચ વર્ષીય વિદ્યાર્થિની પર શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીને ધમકી પણ આપી હતી કે તે આ વિશે કોઈને કહે નહીં. બાળકીના વાલીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સફાઈ કામદારની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. બોપલ પોલીસ મથકે POCSO એક્ટ અને BNS હેઠળ FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા 5 વર્ષની બાળકી પર અડપલાં
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને વેપાર સંબંધોને નવી ગતિ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ પણ પ્રવાસની તૈયારીઓ અને લાંબા સમયથી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ભારત આવશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેરિફ સંબંધિત કરારોને વેગ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
રાજકોટમાં સગીરને કાર ચલાવવા આપી, 4 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ
રાજકોટના કુવાડવા રોડ પર એક સગીર દ્વારા કાર ચલાવવામાં આવતા 4 વર્ષની બાળકી જીયાંશીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માતમાં અન્ય એક બાળકી વૈશાલીને પણ ઈજા પહોંચી હતી. ચામુંડા સોસાયટીના મેદાનમાં રમતી વખતે આ ઘટના બની હતી. કારની ચાવી બેદરકારીપૂર્વક સગીરને આપનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બી.ડિવિઝન પોલીસે આ મામલે સગીર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સગીરને કાર ચલાવવા આપી, 4 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ
વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક મોડી રાત્રે કારમાં પસાર થઈ રહેલા ગારમેન્ટ વેપારી આશિષ મદનલાલ બાકોલિયા પર બાઈક સવાર બે અજાણ્યા શખસોએ ઓવરટેક કરીને ફાયરિંગ કર્યું. ગોળી તેમના ખભામાં વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને CCTV ફૂટેજ તેમજ ટેક્નિકલ પુરાવાના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. અંગત અદાવત કે અન્ય કારણોની તપાસ માટે પોલીસ ટીમો કામે લાગી છે.
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયાં
બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ પર એક અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે 10 લાખની માંગણી કરવાનો આરોપ છે. રકઝકના અંતે 5 લાખની રકમ નક્કી થઇ હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નડિયાદ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ACBએ શીલજ બીટની સાયબર ક્રાઇમ ઓફિસમાં છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇને 5 લાખ રોકડા લેતા ઝડપી પાડ્યા. મહિલા PSI પી જે ચૌધરી ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. અન્ય એક કિસ્સામાં, એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASI શશિકાંત જાદવ પણ લાંચ લેતા ઝડપાયા.
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયાં
ચોમાસા માટે સ્કૂલો માટે સરકારની નવી ગાઈડલાઈન
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને સ્કૂલો ખુલતા જ સરકારે રાજ્યની તમામ સ્કૂલો માટે Safety Guidelines જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ, ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં આચાર્ય અને શિક્ષકોએ હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. વરસાદ પહેલા સ્કૂલમાં ઇલેક્ટ્રિક વાયરીંગ, દિવાલ, છતનું સમારકામ, વોટર સ્પાઉટ સફાઈ, પાણી ભરાતી જગ્યાઓની સફાઈ, MCB-LCB કાર્યરત કરવા જેવા તમામ કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ અને સ્થાનિક આપત્તિ સેવાઓના નંબર નોટિસ બોર્ડ પર લખવા પણ તાકીદ કરાઈ છે.
ચોમાસા માટે સ્કૂલો માટે સરકારની નવી ગાઈડલાઈન
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર
અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાટાઘાટો બાદ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર વોશિંગ્ટનમાં હસ્તાક્ષર થયા છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનું નિઃશસ્ત્રીકરણ નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં રહેશે. આ કરાર લેબેનોનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રથમ કદમ છે.
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ-ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો!
અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર કથિત ઈરાની હુમલાના જવાબમાં ઈરાનની મિસાઈલ અને ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ કરાર થયા બાદ આ પહેલીવાર છે કે જ્યારે અમેરિકાએ ઈરાન પર સીધો હુમલો કર્યો હોય. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહીનો જવાબ આપવાની તૈયારીના સંકેત આપ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી કે ઈરાનની અંદર ઘૂસીને મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને કોસ્ટલ રડાર સાઈટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે.
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ-ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો!
વેનેઝુએલામાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. શનિવારે સવારે વેનેઝુએલામાં ફરી એકવાર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. વૈજ્ઞાનિકો આને મુખ્ય ભૂકંપ પછીના 'આફ્ટર શોક' તરીકે જોઈ રહ્યા છે. આ નવા ઝટકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
વેનેઝુએલામાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ: તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો
મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હવાઈ હુમલા કરાયા છે. આ કાર્યવાહી વ્યાવસાયિક જહાજ પર થયેલા હુમલાના જવાબમાં છે. અમેરિકાએ ઈરાનના મિસાઈલ, ડ્રોન સંગ્રહ કેન્દ્રો અને રડાર સાઇટ્સને નિશાન બનાવ્યા. CENTCOM મુજબ, સિંગાપુરના ધ્વજવાળું જહાજ M/V Ever Lovely પર થયેલો હુમલો અયોગ્ય અને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન હતું.
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ: તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂને તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને મહત્વપૂર્ણ બેઠકો યોજશે. 27 જૂને સવારે 11 વાગ્યે મહાત્મા મંદિરમાં ભારતની પ્રથમ ડ્રાઇવર-માલિકીની સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો શુભારંભ કરશે. ત્યારબાદ DISHA બેઠક અને અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અભિયાનની સમીક્ષા કરશે. સાંજે રાણીપમાં લોકદરબાર યોજાશે. 28 જૂને બુથ પ્રમુખો સાથે ચિંતન શિબિર યોજાશે અને અંતે 'PM Family Care Tracker'નું લોકાર્પણ કરશે.
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
લાખો ખર્ચે વોકળા સફાઈનો ભ્રષ્ટાચાર: ચોમાસા પૂર્વે RMCના મોટા દાવા પોકળ
રાજકોટ મનપા દ્વારા ચોમાસા પૂર્વે 44 વોકળાની સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. દિવ્યભાસ્કર દ્વારા કરાયેલા સર્વેમાં મોટાભાગના વોકળામાં ગંદકીના ઢગલા જોવા મળ્યા, કેટલાક અડધા બંધ હતા અને અમુકમાં તો સમારકામ પણ અધૂરું હતું. મેયરના આદેશો છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી. કોંગ્રેસે પણ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આ નિષ્ફળતા આગામી ભારે વરસાદમાં RMCની પોલ ખોલશે.
લાખો ખર્ચે વોકળા સફાઈનો ભ્રષ્ટાચાર: ચોમાસા પૂર્વે RMCના મોટા દાવા પોકળ
લતીફ ગેંગનો શાર્પ શૂટર જેલમાંથી ફરાર
લતીફ ગેંગનો શાર્પ શૂટર મહમ્મદ તસ્લીમ, જે રાધિકા જીમખાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, પેરોલ પર છૂટીને પરિવાર સાથે રહેવા ભાગી ગયો હતો. 24 વર્ષ જેલમાં રહ્યા બાદ, 2020માં મળેલી પેરોલનો દુરુપયોગ કરીને તે ઉદયપુર પહોંચી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6 વર્ષ બાદ તેને ઉદયપુરમાંથી ઝડપી પાડ્યો, જ્યાં તે અલગ નામથી પરિવાર સાથે રહેતો હતો. પોલીસે તેને પકડીને ફરી જેલ ભેગો કર્યો છે.
લતીફ ગેંગનો શાર્પ શૂટર જેલમાંથી ફરાર
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવરથી ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ખોદેલા મોટા ખાડાઓને સુરક્ષા વિના ખુલ્લા છોડી દેવાયા છે. નિયમો મુજબ જરૂરી બેરિકેડ કે ચેતવણી બોર્ડ નથી. મુખ્ય માર્ગ પર રાત્રે અંધારામાં વાહનચાલકો ખાડામાં પડી શકે છે. સ્થાનિકોએ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
વડોદરાના વાઘોડિયાના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર જોડાણ ફરીથી જોડાયા
વાઘોડિયા નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી વહેવા લાગ્યા હતા. આ બાબતે કોર્ટ મેટર ચાલતી હતી. કોમ્પ્લેક્સના માલિકે સિવિલ જજની કોર્ટમાં અરજી કરતાં તાત્કાલિક સુનાવણી યોજાઈ અને વાઘોડિયા નગર પાલિકા દ્વારા ગટર કનેક્શન ફરીથી જોડી આપવામાં આવ્યું. જાહેર રોડ પર ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક લોકો પરેશાન હતા.
વડોદરાના વાઘોડિયાના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર જોડાણ ફરીથી જોડાયા
છોટાઉદેપુરના નસવાડી શાળામાં 'BackToSchool' હેઠળ વિદ્યાર્થીઓનો ભવ્ય પુનઃપ્રવેશ અને સન્માન
નસવાડી સ્થિત એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે 'BackToSchool' અભિયાન હેઠળ ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે એક પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા તેમજ અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓનું સન્માન કરાયું અને ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને શાળાકિટ, પાઠયપુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું. ઉપરાંત, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા.