રાજકોટમાં ૬૦ વર્ષીય વૃદ્ધ દ્વારા ૨૩ વર્ષીય યુવતી પર દુષ્કર્મ
રાજકોટમાં ૬૦ વર્ષીય વૃદ્ધ દ્વારા ૨૩ વર્ષીય યુવતી પર દુષ્કર્મ
Published on: 13th September, 2026

ઉપલેટાના ભાયાવદરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં ૬૦ વર્ષીય વૃદ્ધે પડોશમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી. પરિવારને આ બાબતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મધુ રૂડાભાઈ અકબરીની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું સોનોગ્રાફી રિપોર્ટમાં બહાર આવ્યું છે, જેના પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.