રામ મંદિર દાન ચોરી કેસ: ચંપત રાયે અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ
રામ મંદિર દાન ચોરી કેસ: ચંપત રાયે અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ
Published on: 07th July, 2026

અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરી કેસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે SIT સમક્ષ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે ટ્રસ્ટના પૂર્વ સભ્ય અનિલ મિશ્રા અને બેંક અધિકારીઓ સામે 5 ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપોમાં જાણ બહાર થયેલો MOU, સફાઈ કર્મચારીઓ દ્વારા પૈસા ગણતરી, સુરક્ષા નિયમોની અવગણના, CCTV અને લોખંડના દરવાજાનો અભાવ, તથા અધિકારીઓ દ્વારા જાણીજોઈને બેદરકારીનો સમાવેશ થાય છે. ચંપત રાયે દાવો કર્યો છે કે વિવાદિત પત્ર પર તેમની સહી નથી.