વડોદરા રેલવે સ્ટેશન પર પાર્કિંગના નામે બમણો ચાર્જ વસૂલી
વડોદરા રેલવે સ્ટેશન પર પાર્કિંગના નામે બમણો ચાર્જ વસૂલી
Published on: 28th August, 2026

વડોદરા રેલવે સ્ટેશન પર 'પે એન્ડ પાર્કિંગ' સુવિધાના નામે લોકો પાસેથી બમણો ચાર્જ વસૂલવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયા રોડના એક રહેવાસીએ જણાવ્યું કે, પાર્કિંગ બોર્ડ મુજબ પ્રથમ બે કલાકનો ચાર્જ ₹25 અને 6 કલાકનો ₹60 છે. પરંતુ, પોતાના સબંધીને મૂકવા ગયેલા આ નાગરિક પાસે બે કલાકથી ઓછા સમય માટે ₹50 વસૂલવામાં આવ્યા, જે નિયમ કરતાં બમણો ચાર્જ છે. રિસિપ્ટ પર સમય પણ ખોટો લખાયેલો હતો, અને ₹50ના ચાર્જનો ઉલ્લેખ નહોતો. કર્મચારીઓએ ઉદ્ધત અને ગોળગોળ જવાબો આપ્યા. આ દર્શાવે છે કે સત્તાધીશોએ કોન્ટ્રાકટરને નાગરિકોને લૂંટવાનો પરવાનો આપ્યો છે.