મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી
મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી
Published on: 08th June, 2026

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMI) પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 'ઓપરેશન ગોલ્ડન નેક્સસ' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. રવિવારે પરોઢિયે, 5 કરોડ રૂપિયાના 3.2 કિલો સોના સાથે સાત જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ભાજપના નેતા અજિત આચરેકરનો પણ સમાવેશ થાય છે. આરોપીઓમાં બાંગ્લાદેશી, શ્રીલંકન નાગરિકો અને દાણચોરીના સોનાની ડિલિવરી લેવા આવેલા તસ્કરોનો સમાવેશ થાય છે. આ સોનું બાંગકોકથી દાણચોરીથી લવાયું હતું અને એરપોર્ટ કર્મચારીઓની મદદથી બહાર કાઢવામાં આવતું હતું.