થાન દારૂ કેસ: 1 વર્ષથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો.
થાન દારૂ કેસ: 1 વર્ષથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો.
Published on: 27th June, 2026

સુરેન્દ્રનગરના થાન ખાતે 3-2-25ના રોજ રાત્રે વિજય જેઠસુરભાઈ ખાચર પાસે દારૂ ભરેલ વાહન હોવાની બાતમી પર પોલીસે રેડ કરી હતી. બોલેરો કારમાંથી વિદેશી દારૂની 228 બોટલો અને 4752 ચપલા મળી આવ્યા હતા. આ કેસમાં 8,40,936 રૂપિયાનો દારૂ અને 7 લાખની કાર સહિત કુલ 15,40,936 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બાદમાં તપાસમાં કનુ જેઠસુરભાઈ ખાચરનું નામ ખુલ્યું હતું, જેને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે થાન પોલીસને સોંપ્યો.